વ્યારા તાલુકાનાં ગોરેયા ગામમાં હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ સાત ઇસમો પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન કરતા કરતા ગોરેયા ગામનાં નહેર ફળિયામાં આવતાં કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં જાહેરમાં આંબલીનાં ઝાડ નીચે પૈસા વતી તીન પત્તીનો ગંજી પાનનો હાર જીતનો જુગાર રમતા હોવાની શંકા જતા પોલીસે જુગાર રમતા ઇસમોને કોર્ડન કરી રેડ કરતા જુગાર રમતા ઇસમોને ઝડપી પાડ્યા હતા.
આમ, પોલીસે દાવ ઉપરનાં રોકડ રૂપિયા 490/- તથા પકડાયેલા ઈસમોની અંગ ઝડપી કરતા મળેલ રૂપિયા 5,150/- અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 5,640/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે તમામ જુગારીઓ સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેડમાં જુગાર રમતા ઝડપાયેલા સાત જુગારીઓ
1.હરીશ માર્ટિનભાઇ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),
2.નરેશ પિલાજીભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),
3.રોહિત બાબુભાઇ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),
4.પિકેશ દીવાનજીભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),
5.નીતેશ નજિતભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),
6.જીગ્નેશ અરવિંદભાઈ ગામીત (રહે.ભાટપુર ગામ, વણઝાર ફળિયું, વ્યારા) અને
7.દીપક હિરાજીભાઈ ગામીત (રહે.પનિયારી ગામ, સડક ફળિયું, વ્યારા).


.png)