તિરંગા અભિયાન:50 સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા ગ્રામ્યસ્તરે તિરંગાનું વેચાણ

News 16
0
તાપીમાં જિલ્લામાં સખી મંડળના બહેનોના તિરંગા અભિયાન માટે સારી કામગીરી કરી રહ્યા છે. ગ્રામ્યકક્ષાએ નાગરિકો દ્વારા આ કાર્યક્રમને ખૂબ સારૂ પ્રોત્સાહન મળી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદાર બનવા તાપી જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




તાપી જિલ્લામાં તા.13 થી 15 ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થા આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે. ત્યારે અભિયાનમાં સખી મંળની બહેનો તિરંગાનું વેચાણ કરી આજીવીકા મેળવવાની સાથે સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના સમાન તિરંગાને લોકો સુધી પહોંચાડવાના કામમાં જોતરાઇ છે.

હર ઘર તિરંગા’’ અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તા. 13થી 15 ઓગસ્ટ-2022 સુધી હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે માઇક્રોપ્લાનિંગ દ્વારા કામગીરી થઇ રહી છે.

જિલ્લામાં વિવિધ વિભાગો એકજુથ થઇ સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. જિલ્લામાં હાલ અંદાજિત 50 સ્વસહાય જૂથો સાથે સંકળાયેલ બહેનો ગ્રામ્યસ્તરે તિરંગાનું વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં નિઝર તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા 4 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી હર ઘર તિરંગા” અભિયાનને સાકાર કરી રહ્યા છે. વ્યારાના મેળામાં તિરંગાના વેચાણ માટે મુકવામાં આવેલ સ્ટોલ ખુશી સખી મંડળના સભ્ય લતા ગામીત જણાવે છે કે, ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ શાખા દ્વારા સખી મંડળની બહેનોને સહકાર મળી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top