આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ પોતાના તરફથી મોટી જાહેરાતો કરી રહી છે. જન્મ આરોગ્ય સંકલ્પ પત્રની અંદર કોંગ્રેસ દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતની અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્ય મળે ,રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે.
જન આરોગ્ય સંકલ્પમાં વાયદાઓ કરાયા
કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્રમાં ગુજરાતમાં માતા બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્ય મળે ,રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે. ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હોય તો તે પણ સરકારમાં આવ્યા બાદ કરશે. વસ્તી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ શરૂ કરવામાં આવશે એ પ્રકારનો ઉલ્લેખ સંકલ્પોમાં કરાયો છે.
આપ કોંગ્રેસનું અનુકરણ કરે છે
વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે આરોગ્યની શિક્ષણની રોજગારીની એ તમામ બાબતે કોંગ્રેસ પોતાનો જન આરોગ્ય સંકલ્પ પત્રમાં બાહેધરી આપી છે. ગુજરાતના વિકાસમાં અને પ્રજાના સુખાકારી માટેની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ જો સત્તામાં આવશે તો કામ કરશે. અત્યારની સરકાર માત્ર જે પ્રકારે મોટી મોટી વાતો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા આપણે સૌ જાણીએ છીએ. જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો ચોક્કસ જ લોકોની મુશ્કેલીઓનો ઉકેલ આવશે. મહિલાઓને પણ મહિને 3000 રૂપિયા આપીને તેમને પગભર બનાવવા માટેનો પ્રયાસ કોંગ્રેસ સરકાર કરશે. આદિવાસી વિસ્તારોમાં મતદારો કોંગ્રેસની પડખે ઊભા છે અને અત્યાર સુધી જે ભ્રમીત થયા છે તેઓ પણ હવે અમારી સાથે આવી ગયા છે.


.png)