વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સહિતના 2 કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી 2:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને 5:35 વાગ્યે એરપોર્ટ સુધી રોકાયા હતા. ત્યારબાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ ખાદી ઉત્સવમાં હાજરી આપી હત. ત્યારબાદ તેમણે રેંટિયો કાંત્યો હતો. ખાદી ઉત્સવ બાદ અટલ ફૂટબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
ખાદી ઉત્સવમાં રાજ્યભરના ખાદીના કારીગરો હાજર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું હતું.ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી ચરખા સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા છે.સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે.
પહેલાં મંત્રી, અધિકારીઓ રવાના થયાં
મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને કે કૈલાસનાથન વચ્ચે ગુજસેલ બિલ્ડિંગમાં 2 કલાકથી વધુ સમય મીટિંગ ચાલી હતી. આ પહેલાં પાટીલ-પંચાલ અને ત્યારબાદ હર્ષ સંઘવી રવાના થયા હતા. પોલીસ કમિશનર અને IB ના વડા ગુજસેલથી રવાના થયા હતા. તો DGP સહિત બધા અધિકારીઓ ગુજસેલ બહાર આવી ગયા હતા. કે કૈલાસનાથન પણ બહાર આવ્યા હતા. ગુજસેલના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીએમ અને પીએમ વચ્ચે જ બેઠક ચાલી હતી.


.png)