TAPI : તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે 150થી વધુ હેક્ટરમાં નુકસાન, સર્વેની કામગીરી યથાવત

0
તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ અને પુરની પરિસ્થિતિમાં ખેતરોમાં નુકશાની થવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જિલ્લામાં અંદાજે 150 હેકટરથી વધુ જમીનમાં નુકસાન થવાનો અંદાજ હાલ લગાવવામાં આવ્યો છે. પરંતુ હજુ સર્વે ની કામગીરી યથાવત છે.





150થી વધુ હેક્ટરમાં નુકસાન
તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ પુરની પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં મહત્તમ ખેતી પર નભતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ 150 હેકટર જમીનમાં નુકસાન થવાનું હાલ જણાઈ આવ્યું છે.


તાપી જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ
તાપી જિલ્લામાં સર્વે યથાવત છે. જિલ્લાના ઘાણી અને અંધાત્રી ગામના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી અને ઓલણ તેમજ પૂર્ણાં નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ થતા પ્રોટેક્શન વોલની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ વ્યારા તાલુકા પંચાયતના સભ્યના જણાવ્યા મુજબ ખેતીને ખાસુ નુકશાન થવા પામ્યું છે. વહીવટી વિભાગ વહેલી તકે સર્વે કરી સહાય ની ચુકવણી કરે એવી આશા ખેડૂતો રાખી બેઠા છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top