Gujarat Rain: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલાકમાં 2 મીટર વધી, જાણો હાલની સ્થિતિ

0
ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. તો આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલ્લાકમાં 2 મીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. હાલમાં RBPHના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે CHPHનું 1 યુનિટ ચાલુ છે. 4,697 હજાર ક્યુશેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમના ઉપરવાસ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.




વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે ત્યારે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસવાને કારણે નર્મદા નદીના નીરમાં પાણીનો વધારો થયો છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી મગરો શિનોર તાલુકાના નદી કિનારાના ખેતરોમાં ફરતા થયા છે. ત્યારે શિનોર તાલુકા નર્મદા કાંઠે આવેલ મોટા ફોફળિયા ગામની સિમના ખેતરો પાસે તળાવમાં મગર જોવા મળ્યા હતા. ખેડૂતે માછલી પકડવાની જાળમાં ફસાયેલો જોતા તરત શિનોર વનવિભાગને જાણ કરાતા વનવિભાગ વાઈલ્ડ લાઈફને સાથે રાખી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ માછલી પકડવાની જાળમાં ફસાયેલા મગરનું સફળ રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં સુરક્ષિત છોડવામા આવ્યો હતો. લોકોએ વનવિભાગની રેસ્ક્યુ ટીમની પ્રશંસા કરી હતી.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top