Railway: અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લેવલે રી-ડેવલપ કરાશે, રૂ. 3,800 કરોડ ખર્ચાશે

0
અમદાવાદ: રેલ મંત્રાલય (Railway ministry) દ્વારા દેશભરમાં 370 જેટલા રેલવે સ્ટેશનના રી ડેવલમેન્ટ (Railway stations re-development) માટેનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જેમાં અમદાવાદમાં વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન (Ahmedabad railway station) બનાવવા માટે 3,800 કરોડનો પ્રોજેકટ છે. આ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ અને સોમનાથ સહિત ગુજરાતના વિવિધ સ્ટેશનોને રી ડેવલમેન્ટ કરવાનું આયોજન હોવાનું કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એટલું જ નહીં, ભારતની સ્વદેશી અને ભારતમાં જ તૈયાર થયેલી 'વંદે ભારત ટ્રેન' (Vande Bharat Train version-2) વર્ઝન 2ને આવતા મહિને શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) માહિતી આપતા જણાવ્યું કે, દેશમાં 370 સ્ટેશનનુ રી ડેવલપમેન્ટ નું આયોજન છે. આ પહેલા ગાંધીનગર, ભોપાલ અને બેંગ્લોરમાં રેલવે સ્ટેશનો રી ડેવલપમેન્ટ થઈ ચૂક્યાં છે. 370 સ્ટેશનોમાંથી 45 સ્ટેશન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે. ગુજરાતમાં અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો 3,800 કરોડનો પ્રોજેકટ છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સોમનાથ દેશના સૌથી મોટા શહેરોના સ્ટેશનોનું પુનઃ નિર્માણનો ટાર્ગેટ છે. રેલવેના અન્ય પ્રોજેકટની વાત કરવામાં આવે તો વંદે ભારત ટ્રેન 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો પ્લાન કર્યો હતો, 2019માં બે ટ્રેન બનીને આવી છે. બંને ટ્રેન અંદાજે 14 લાખ કિલોમીટર સુધી ચાલી છે. આવનાર વર્ષમાં 75 ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે.

વંદે ભારત ટ્રેને ખૂબ સારી નામના મેળવી છે ત્યારે અત્યાધુનિક ટેક્નોલોજી, સગવડ સાથે આવતા મહિને વર્ઝન ટુ શરૂ થશે. વંદે ભારત વર્ઝન ટુમાં ઝાટકા ઓછા લાગશે, કારણ કે તેમાં એરસ્પ્રિંગ લાગેલા છે. પહેલી વંદે ભારત ટ્રેનની સ્પીડ 160 kmph હતી, બીજીની મહત્તમ ઝડપ 180 kmph હશે. ત્રીજી ટ્રેન બનશે તેની મહત્તમ ઝડપ 220 kmph હશે.

મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જે કામ અન્ય દેશોએ 40 વર્ષમાં કર્યું, તે આપણે 14-15 વર્ષમાં કરી નાખીશું. ધીરે ધીરે વંદે વર્ઝન 3, વર્ઝન 4 પણ શરૂ કરવામાં આવશે. દેશમાં ખૂણે ખૂણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત વધુ એક મહત્વનો રેલવે પ્રોજેક્ટ કે જેમાં બે ટ્રેન સામસામે એક ટ્રેક પર આવતી હોય ત્યારે નજીક આવતા જ આપોઆપ બ્રેક વાગી જાય તેવા કવચ પ્રોજેક્ટનું દેશભરની ટ્રેક પર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ ત્રણ હજાર કિલોમીટર ટ્રેકમાં કવચનું ફિટિંગ થઈ ગયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top