Presidential Election Vote Counting 2022: બીજા રાઉન્ડનું પરિણામ જાહેર, દ્રૌપદી મુર્મૂને કુલ 1349 મત, યશવંત સિન્હાના પક્ષમાં પડ્યા 537 મત

0
Presidential Election Vote Counting 2022: દેશમાં નવા રાષ્ટ્રપતિ માટે હાલમાં ચૂંટણી થઈ જેનો આજે પરિણામનો દિવસ છે. આજે સવારે 11 વાગ્યાથી સંસદ ભવનમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં મતદાન માટે બનાવવામાં આવેલા ઈલેક્ટ્રોલર કોલેજના સભ્યોના મતનું કુલ મૂલ્ય 10,98,882 છે. દ્રૌપદી મૂર્મૂ અને યશવંત સિન્હામાંથી જે પણ ઉમેદવાર 5,49,442 મત મેળવશે તેઓ આ ચૂંટણી જીતી લેશે. નવા રાષ્ટ્રપતિને 25 જુલાઈના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.






દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી, બીજા રાઉન્ડનું પરિણામ સામે આવ્યું
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા રાઉન્ડની મત ગણતરીનું પરિણામ સામે આવી ગયું છે. દ્રૌપદી મુર્મૂને 483299 મત મળ્યા છે. મુર્મૂને કુલ 1349 મત મળ્યા છે. જ્યારે યશવંત સિન્હાને કુલ 537 મત મળ્યા છે.




સાંસદોના 540 મત મળ્યા
લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે. આ ગણતરી મુજબ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 208 મત મળ્યા અને 15 મત અમાન્ય ઠર્યા. દ્રૌપદી મુર્મૂને મળેલા મતોનું મૂલ્ય 3.78 લાખ થાય છે. જ્યારે યશવંત સિન્હાને મળેલા મતનું મૂલ્ય 1.45 લાખ થાય છે.

ઓડિશાના પૈતૃક ગામમાં જશ્નનો માહોલ
બીજી બાજુ ઓડિશામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પહેલા જ જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. મયૂરભંજ જિલ્લામાં મુર્મૂના પૈતૃક ગાંમ રાયરંગપુરમાં રસ્તાઓ પર મુર્મૂના નામના પોસ્ટરો લાગેલા છે. જેમાં તેમના નામ પહેલા રાષ્ટ્રપતિ લખેલું છે. જ્યારે રાયરંગપુરના ગવર્મેન્ટ અપર પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળકો અને સ્ટાફ પણ ખુબ ખુશ છે. દ્રૌપદી મુર્મૂએ આ જ શાળામાંથી પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. સ્કૂલના સ્ટાફનું કહેવું છે કે તેમના માટે ખુબ જ ગર્વની વાત છે કે તેમના ત્યાંના એક વિદ્યાર્થી હવે દેશના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top