વ્યારામાં આદિવાસીની જમીન પર ઉપર ગેરકાયદેસર ખોદકામ અને બાંધકામ,લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત

0
તાપી જિલ્લામાં ખાસ કરીને ગરીબ આદિવાસીઓની સોનાની લગડી સમાન જમીન ઉપર નજર જમાવી બેઠેલા કેટલાક બિલ્ડરના રૂપમાં ભૂમાફિયાઓએ યેનકેન પ્રકારે આદિવાસી જમીન માલિકોને આર્થિક મદદ કરવાના બહાને જમીન પચાવી લેતા હોય છે. આવા ભૂમાફિયાઑ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીણાંમાં જરૂરી દસ્તાવેજો ઊભા કરી સરકારી જમીન ઉપર પણ કબજો કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જોકે તંત્રની પ્રામાણિક સમિતિ માનવામાં આવતી લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં રજૂઆત થતાં કસૂરવારો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. તે એક કાબિલે તારીફ છે.



તાપીના સોનગઢમાં ચાર વ્યક્તિઓએ સરકારી જમીન નોટોરાઝડ કરી વેચી નાખી અને જમીન ઉપર ગેરકાયદેસર પાકું બાંધકામ પણ કરી દીધું જોકે તંત્રના ધ્યાને આવતા કસૂરવારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, આ મામલે અત્યાર સુધી કસૂરવારોને જેલ ભેગા પણ કરવામાં આવ્યા નથી. ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાના તાડકુવામાં આદિવાસીની જમીન ઉપર ગેરકાયદેસર ખોદકામ અને બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠાળ કાર્યવાહીના માંગ કરાઇ છે.

મળતી માહિતી મુજબ વ્યારાના તાડકુવા ગામે આવેલ બ્લોક નંબર ૧૦૦ વાળી જમીનના માલિક શ્રી અંબિકા કો.ઑ.હા.સો.લિ. તેના પ્રમુખ ડાહ્યાભાઇ મણિભાઈ પટેલ દ્વારા બ્લોક નંબર ૧૦૦ વાળી જમીનની બાજુમાંથી પ્રસાર થતો સરકારી રસ્તામાં ગ્રામ પંચાયતની પરવાનગી વગર ૫ ફૂટ ખોદી નાખવામાં આવ્યું છે અને એ રસ્તા પર ગેરકાયદેસર રીતે ગેટનું બાંધકામ ઊભું કર્યું છે, જો આ ગેટનું બાંધકામ અને સરકારી જમીનમાં બનાવેલ ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં નહીં આવે તો અરજદાર મહેન્દ્રભાઇ ઢોડિયાને તેઓની જમીનમાં જવામાં ખુબજ તકલીફ પડે એમ છે. તેમજ ૫ ફૂટ ખોદેલ રસ્તો તાત્કાલિક બનાવી આપવા વિનતિ કરવામાં આવી છે.

વધુમાં અરજદારના જણાવ્યા અનુસાર અહી અગાઉ ડામર રસ્તો હતો જેથી ઉપર ગેરકાયદેસર ખોદકામ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અરજદાર મહેન્દ્રભાઇ ઢોડિયાએ ન્યાયની માંગ કરી છે. નહીં તો કચેરીએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. આ મામલે આદિવાસીઓના હિતમાં કામ કરતાં સંગઠનોએ પણ આગળ આવવું જોઈએ અને મદદ કરવી જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top