પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 જુલાઈ 2022 ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ની મુલાકાત લેશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ વિષયક મંત્રી નિર્મલા સીતારામન, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય વિત્તિય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંશ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCA ના મુખ્યાલયની ઇમારતોના આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.



.png)