દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પોરબંદરની મુલાકાતે, મફત વીજળી મુદ્દે જાણો શું કહ્યું

0





દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા. ગીર સોમનાથના કાર્યક્રમને લઈને અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ફ્લાઇટ વડે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગુજરાત આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ પરથી કેજરીવાલ બાય રોડ સોમનાથ જવા રવાના થયા હતા. પોરબંદર એરપોર્ટ પરથી સોમનાથ જતા પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતુ કે આવતી કાલે સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે.

આ સાથે જ ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ફ્રી રેવડી તેમજ શ્રીલંકાના નિવેદનો આપ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે નેતાઓ ૩-૪ હજાર યુનિટ વીજળી મફત મળે છે. ત્યારે ભાજપના નેતાઓને કોઇ વાંધો નથી પરંતુ પ્રજાને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની અમે વાત કરીએ તો તેઓને મરચા લાગે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top