અમદાવાદમાં ચિરીપાલ જૂથ પર ITના દરોડામાં 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળ્યું

0
આવકવેરા વિભાગે ચિરીપાલ જૂથ પર અમદાવાદ સહિત રાજ્યનાં 45 સ્થળે દરોડા પાડ્યા હતા. આવકવેરા જૂથને આ દરોડામાં 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળ્યા છે. આ તપાસમાં અત્યારસુધીમાં 25 કરોડ રોકડા તેમજ 15 કરોડનું ઝવેરાત મળ્યું છે. આ ઉપરાંત 20 બેન્ક લોકર પણ મળી આવ્યાં છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. આને પગલે વર્તમાન બેનામી વ્યવહારોનો આંકડો 800 કરોડને પણ વટી જાય એવી સંભાવના છે.


800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા
આવકવેરા વિભાગે ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલર સાથે સંકળાયેલા ચિરીપાલ જૂથને ત્યાં દરોડા પાડ્યા હતા. નવ દિવસથી ચાલી રહેલી તપાસમાં કામગીરીમાં અધિકારીઓએ ફેક્ટરી, બંગલોઝ, ઓફિસ અને કર્મચારીઓનાં કેટલાંક ઠેકાણે પણ તપાસ કરી હતી. એમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળ્યા હતા. એનું સતત એક સપ્તાહ સુધી સ્કેનિંગ સુધી ચાલ્યું હતું. ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપ વગેરે સ્કેન કરવામાં આવ્યાં હતાં. એના આધારે અધિકારીઓએ 800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા હતા.

ડિજિટલ દસ્તાવેજોની FSLના અધિકારીઓ દ્વારા ચકાસણી
આ ઉપરાંત મળેલા ડિજિટલ દસ્તાવેજોની એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જે ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં કેટલાક વ્યવહારો અંડરબિલિંગ છે. એમાં પણ ખાસ કરીને જે ધંધાકીય સેલ છે એમાં અંડરબિલિંગ કરાયું છે. અંડરબિલિંગ એટલે માલ વેચાયો એનું ઓછી રકમનું બિલિંગ કરાતાં ઓછો ટેક્સ ભરવો પડે છે.આ તપાસમાં ગ્રુપના રિયલ એસ્ટેટનાં રોકાણોમાં પણ બેહિસાબી આવક મળી હતી.

રોકડ અને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ
અધિકારીઓ કહે છે કે અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ એ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. આ કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે. અગાઉ 20 લોકર ટાંચમાં લેવાયાં હતાં, જે હવે બેથી ત્રણ દિવસમાં ઓપરેટ કરશે. અત્યારસુધી રોકડ અને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ છે. રોકડ બેન્કમાં જમા કરાવી દેવાઈ છે. હવે લોકરમાંથી શું મળે છે એના પર નજર છે. આમ, કાર્યવાહી ચાલુ છે ત્યારે આ આંકડો વધારે મોટો થાય તોપણ કોઈને નવાઈ નહીં લાગે.

બંગાળમાં શિક્ષક ભરતીકૌભાંડમાં રૂપિયાનો ઢગલો મળ્યો
શિક્ષક ભરતીકૌભાંડને લગતા કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સંબંધીના ઘરે દરોડા પાડ્યા છે. શુક્રવારે EDએ પાડેલા આ દરોડમાં તેણે રૂપિયા 20 કરોડની રોકડ જપ્ત કરી હતી. EDને આશંકા હતી કે આ નાણાં SSC કૌભાંડમાં કમાણી કરેલાં છે. ED અધિકારીઓએ રૂપિયા 500 તથા રૂપિયા 2000ની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીન મગાવવા પડ્યાં હતાં. અર્પિતાના ઘરેથી 20થી વધારે મોબાઈલ ફોન પણ મળ્યા છે. EDએ પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ તથા પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ભરતી કૌભાંડને લગતા કેસમાં અનેક જગ્યા પર દરોડા પાડ્યા છે. મંત્રી ચેટર્જી સહિત શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી. અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યનાં રહેઠાણો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top