વલોડના બાજીપુરા ગામના વિસ્તારમાંથી હાઇવે માર્ગ પરથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરી લઈ જતી એક ટ્રક સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જોકે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપરથી ગતરોજ એક શંકાસ્પદ નજરે પડતી ટ્રક નંબર જીજે-૦૫-એવી-૭૦૮૬ ઝડપી પાડી તલાસી લેતા ટ્રકમાંથી ૧૩ ભેસો ,૫ બચ્ચા(પાડીયા) જેટલા પશુઓ ગેરકાયદેસર રીતે ટ્રકમાં વગર પાસ પરમિટે તથા ખીચો ખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી, ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી, તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ક્રૂરતા પૂર્વક પશુઓને ભરી લઈ જતાં હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે ૧૩ ભેસો અને ૫ પાડીયા, ટ્રક અને પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત કુલ રૂ ૧૧,૧૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર અલીમખાન મુસાખાન આલીસર (સિંધી) રહે,કામરેજ,નવા ગામ દાદા ભગવાન મંદિર પાસે દુબલ ફળિયા, તા,રામસર, જી,બાડમેર, રાજસ્થાન, નાઓની ધરપકડ કરવામાં આવી છે, જોકે વાહીદભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


.png)