ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેમાં ઈંગ્લેન્ડને 110 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું.
ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેમાં ઈંગ્લેન્ડને 110 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. રોહિતે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગનો કમાલ બતાવતાં કુલ 6 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંનેએ 114 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. રોહિતે 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ધવને 54 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. ધવને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે 18.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ માટે કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિલીએ 26 બોલમાં અને 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. કર્સેએ 15 રનનું યોગદાન આપ્યું હતું. મોઈન અલી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં ટીમના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ઓપનર જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન ખાતા વગર પેવેલિયન પરત ફર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

.jpg)
.jpg)

.png)