સતત વરસાદને કારણે વરસાદી પાણીની લાઇન ઓવરફ્લો
.jpg)
વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચાર દિવસથી આવી રહેલા વરસાદનાં પગલે જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. નગરના સિંગી ફળિયામાં મુખ્ય માર્ગ પર તેમજ ત્રણ ઘરમાં પાણી ભરાયા હતા. જ્યારે મિશ્ર શાળાની સામે આવેલા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે કાનપુરા મેઈન રોડ પર પાણી ભરાવાને પગલે નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે ત્રણ-ચાર કલાક પાણી ભરાયા બાદ પાલિકા દ્વારા ચેમ્બરોને જેસીબી વડે ખોલી પાણીના નિકાલ થવાને કારણે પરિસ્થિતિ સામાન્ય બની હતી.
મંગળવારે વ્યારા નગરમાં હાલ કેટલાક વિસ્તારોમાં ગટરોનું પાણી તેમજ વરસાદી લાઈનનું પાણી ઓવરફ્લો થઈ જતા પાણીના નિકાલના અભાવે પાણીનો ભરાવો વધી રહ્યો છે. વ્યારા નગરપાલિકાનાં વિવિધ વિસ્તારમાં જેમાં સિંધી ફળિયામાં મુખ્ય માર્ગ પર તેમજ આંગણવાડીમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે સિંગી ફળિયામાં માર્ગની બાજુમાં આવેલા ત્રણ જેટલા ઘરોમાં બે ફૂટ જેટલા પાણીઓ ભરાતા પરિવારજનોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. સ્થાનિકોની મદદ કરી સામાન યોગ્ય સ્થળે ખસેડવા આવ્યો હતો.
વ્યારાના મિશ્ર શાળાની પાસે પસાર થતા માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાને કારણે આ વિસ્તાર બેટ બની ગયો હતો. પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો તેમજ રાહદારીઓએ તેમજ સ્થાનિકોએ અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી બીજી તરફ વ્યારા નગરના કાનપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર પણ બે ફૂટ જેટલા પાણી ભરાયેલા વાહન ચાલકોને ભારે અસર થઈ હતી.વ્યારા નગરપાલિકા દ્વારા મિશ્ર શાળા પાસે વોર્ડ સભ્ય સંજયભાઈ સોની, નિમિષાબેન, મૃણાલભાઈ અને નગર પાલિકા ના કર્મચારીઓ દ્વારા જેસીબીથી પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.
વ્યારા નગરપાલિકા દ્વારા કર્મચારીઓ દ્વારા વરસતા વરસાદમાં પાણી ભરાવાના સ્થળે પહોંચી જઇ જેસીબી વડે ગટરોના ચેમ્બરો ખોલી કાઢી પાણીના નિકાલો કરવાની કામગીરી હાથ ધરવાને પગલે દ્વારા તેમની કામગીરીને સરાહના કરી હતી.


.png)