Gujarat Rain Update: વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, જેના કારણે ઓરંગા નદી ગાાંડૂતૂર બની છે. વલસાડ ઓરંગા નદી દ્વારા તેની બંને બાજુ જે પ્રમાણે પૂરને લઈને તારાજી સર્જાય છે તેના એરિયલ ફોટોગ્રાફ બતાવે છે કે કેટલા વિસ્તારમાં નદીનું પાણી ફરી વળ્યું છે. હાલ ઓરંગા નદીથી હનુમાન ભાગડા, લીલાપોર, વેજલ પોર, બરૂડિયા વાડ, તરિયા વાડ, કાશ્મીરા નગર, જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે.
300થી વધુ લોકોનું સ્થળાંતર
ઓરંગા નદીમાં પુર આવતા અનેક લોકો ફસાયા છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધી 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જ્યારે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓરંગા નદીના પ્રવાહમાં જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અઢી કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિને સલામત બહાર કાઢવામાં આવ્યો છે. ઓરંગા નદીમાં પુર આવતા નદી કિનારા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતી કિનારા વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે જીલ્લા કલેકટરે ટ્વીટ કરી કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત અસગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર શરુ કરવામાં આવ્યું છે.



.png)