Gujarat Politics : 8 અને 9 જુલાઈએ બીજેપીની કારોબારી બેઠક, આગામી ચૂંટણી રણનીતિ ઘડાશે

0
Gujarat Politics : બીજેપીની કારોબારી બેઠક આગામી 8 અને 9 તારીખે મળનાર છે જેમાં રાષ્ટ્રીય કારોબારીમાં થયેલી ચર્ચાઓ મુદ્દે અને આગામી ચુંટણી (Gujarat Assembly Election) ને લક્ષમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતાઓ પણ માર્ગદર્શન માટે હાજર રહે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે


આગામી 8 અને 9 જુલાઈના દિવસે પ્રદેશ કારોબારી બેઠક મળનાર છે જેમાં પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. થોડા સમય આગાઉ રાષ્ટ્રીય કારોબારી બેઠક તેલંગાણા ખાતે મળી હતી જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી જે અંગે હવે પ્રદેશ સ્તરે ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા કાર્યક્રમ પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં અંદાજે ૭૦૦ જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. ઘણા વિસ્તાર એવા છે કે, જે બીજેપી માટે નબળા છે તેમાં શું કરી શકાય પાર્ટીની નબળાઈ શું છે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સૂચનો આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે. સાથે જ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ કે ફીઝીકલ હાજરી આપે તેના માટે સમય પણ માંગવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પુરશોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા હાજર રહે તેના માટે પણ પ્રયાસ પ્રદેશના નેતાઓ કરી રહ્યા છે.

આમ તો બીજેપીની પ્રદેશ કારોબારી થોડા સમય અગાઉ જ મળી હતી પરંતુ રાષ્ટ્રીય માર્ગદર્શન બુથ સુધી મળી રહે તેના માટે પ્રદેશના નેતાઓ બેસીને આગામી કાર્યક્રમ અને ચુંટણી લક્ષી મુદ્દા પર ચર્ચા કરશે.

આમ તો બીજેપીના અત્યારે નોંધાયેલા 1 કરોડથી વધારે કાર્યકર્તાઓ છે પરંતુ બીજેપી દર 6 વર્ષે સદસ્યતા અભિયાન ચલાવે છે..જેના માટે એક સોંગ બીજેપીએ તૈયાર કર્યું છે જેને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સાથે જ આ અભિયાન અંતર્ગત 20 ટકા નવા સદસ્યો જોડવાનો લક્ષ પણ રાખ્યો હોવાનું જણાવ્યું હતું.

બીજેપીએ ચુંટણી સુધી પૂર્ણ કાલીન વિસ્તારકોને અલગ અલગ વિસ્તારમાં મોકલ્યા છે તેની કામગીરી હવે બધી જ ઓનલાઈન કરવામાં આવશે. બીજેપીએ એક એપ્લીકેશન તૈયાર કરી છે જેના માધ્યમથી જેના ઘરે મુલાકાત લે તેની તમામ વિગતો તેમાં અપડેટ કરશે. બીજેપીનો મતદાર છે કે નહિ અને તેને પાર્ટી કે સરકારથી નારાજગી છે કે કેમ એ તમામ વિગત પણ અપડેટ કરવામાં આવશે જે સી આર પાટીલ નિરીક્ષણ કરશે અને તેના આધારે જે ક્ષતિ હશે એ દુર કરવા પ્રયાસ કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top