Booster Dose: રાજ્યમાં વિનામૂલ્યે પ્રિ-કોશન ડોઝ આપવાની કામગીરીનો સીએમ ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

0
VACCTINATION: આજથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની શરૂઆત થઈ છે. આ કડીમાં હવે ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે.


VACCTINATION: આજથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની શરૂઆત થઈ છે. આ કડીમાં હવે ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે.

રાજ્યમાં 18+થી 59 વર્ષની વયના લોકોને વિનામૂલ્યે પ્રિ કોશન ડોઝ આપવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સેક્ટર 24 અર્બન હેલ્થ સેન્ટર ખાતે હાજર રહ્યા હતા અને તેમણે 18+ થી 59 વર્ષની વયના લોકોને વિનામૂલ્યે પ્રિ કોશન ડોઝ આપવાની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. સીએમ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તમામ સરકારી હોસ્પિટલમાં આજથી એટલે કે, 15 જુલાઈથી પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. ગુજરાતમાં 4.48 કરોડને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે.

ગુરુવારે કરવામાં આવી હતી જાહેરાત
તો બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો શહરેમાં 33.27 લાખ લોકોને મફતમાં પ્રિકોશન ડોઝ મળશે. અત્યાર સુધી 4.45 લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે.
80 અર્બન હેલ્થ સેન્ટર પરથી કોરોનાની રસીનો ડોઝ લઈ શકાશે.

ભારતમાં આજથી એટલે કે 15મી જૂલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામા આવશે. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે.

રસીકરણને ઝડપ મળશે
સરકારના આ નિર્ણય બાદ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં લગાવી શકાશે. સરકાર દ્વારા પણ આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે કોરોનાની પ્રથમ અને બીજી રસીના ડોઝ માટે લોકોમાં જેવો ઉત્સાહ હતો, તેટલો જ બૂસ્ટર ડોઝને લઈને જોવા મળ્યો ન હતો. આ પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે તે સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવતો ન હતો. આ માટે તેમને પૈસા ચૂકવવા પડતા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઇએ નહી અને બને તેટલી જલદી બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી.

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં રસીના 199 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા કે બૂસ્ટર ડોઝની સંખ્યા લગભગ 5 કરોડ છે. હવે એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં આ આંકડો ઝડપથી વધશે. 18-59 વર્ષની વયના લોકો માટે બૂસ્ટર ડોઝ આ વર્ષે 10 એપ્રિલથી શરૂ થયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top