શુકવારે બપોરે ઉકાઈ ડેમની સપાટી 329.16 ફૂટ પર પહોંચી
તાપી નદી પર મહારાષ્ટ્ર રાજ્યના જલગાવ જિલ્લામાં આવેલા હથનુર ડેમમાંથી ગુરુવારે સવારે ડેમના તમામ 41 દરવાજા ખોલી કુલ 148500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જો કે મહારાષ્ટ્ર સિંચાઇ વિભાગ દ્વારા બપોરે ઘટાડો કરી ડેમમાંથી 129112 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ગુરુવારે ઉકાઈ ડેમમાં એક સરખો 66,000 ક્યુસેક પાણીનો આવરો હતો.
હથનુર ડેમમાંથી છોડવામાં આવતું આ પાણી અંદાજિત આવતા ચોવીસ કલાક બાદ ઉકાઈ ડેમ ખાતે પહોંચશે. જો કે આજરોજ ઉકાઈ ડેમની હાલની સપાટી 329.16 ફૂટ છે અને સિંચાઇ વિભાગે નક્કી કરેલા રુલ લેવલ પ્રમાણે આવતી પહેલી ઓગસ્ટ સુધી ડેમ માં 333 ફૂટની સપાટી જેટલું પાણી સંગ્રહ કરી શકાય છે.
ગુરુવારે રાત્રે ડેમમાં 118811 ક્યુસેક ઇનફ્લો નોંધાયા બાદ એમાં વધારો થવાની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પાંચ કલાકે ડેમમાં પાણીની આવક અંદાજિત બે લાખ ક્યુસેક થઈ હતી. શુકવારે સવારે ડેમની સપાટી 328.25 ફૂટ હતી અને આવક 223677 ક્યુસેક હતી.ડેમમાં બોપોરે બાર કલાકે ડેમની સપાટી 329.16 ફૂટ હતી જ્યારે પાણીની આવક 184340 ક્યુસેક રહી હતી. આવતાં ચોવીસ કલાક પછી ડેમમાં ફરી દોઢ લાખ ક્યુસેક પાણીની આવક થવાની સંભાવના છે.



.png)