તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના સેવા સદન ખાતે આજરોજ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સાંસદ, જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા પ્રમુખ, એન.ડી.આર.એફ.ની ટીમની ઉપસ્થિતિ વરસાદ અંગેની બેઠક યોજાય હતી.
હાલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ બંધ થવા,નાના કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા છે. ત્યારે સમગ્ર જિલ્લાની પરિસ્તિથિને ધ્યાને લેતા કલેકટરશ્રી વઢવાણિયાએ ડોલવણ વિસ્તારની મુલાકાત લઈ લાઇનડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે નીચાણવાળા વિસ્તારના લોકો માટે શેલ્ટર હોમ વ્યવસ્થા, ભોજનની સગવડ, જાન-માલના નુકસાન સમયે ચૂકવવાની સહાય વગેરે બાબતે ચર્ચા કરી હતી. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળાના રસ્તાઓ બંધ થતાં તાત્કાલિક રીપેર કરી શરૂ કરી જનજીવન યથાવત કરવા જિલ્લા વહીવટી તંત્ર કટિબંદ્ધ છે.
હવામાન વિભાગની આગહીને પગલે તથા ડાંગ જિલ્લાની સરહદે આવેલ ડોલવણ તાલુકાના પાટી-પંચોલ-પીઠાદરા-કરંજખેડ રસ્તા ઉપર વરસાદી પાણીથી નુકસાન થતાં પાણી,પંચોલ,અંધારવાડી દૂર, પીઠાદરા-કરંજખેડ,બેસનીયા,ધોળકા વગેરે ગામો પ્રભાવિત થાય હતા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ ગામોની મુલાકાત લઈ સબંધિત અધિકારીશ્રીઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમિક્ષા બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,કારોબારી અધ્યક્ષ,સરપંચ સહિત સેવા સદન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



.png)