વ્યારા તાલુકામાં આજરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે વ્યારા શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇને પંથક માં આવેલી નદી નાળા અને કોતરોમાં વરસાદી પાણીના કારણે છલકાઈ રહ્યા છે.નીચાણ વાળા વિસ્તારોમાં લો લેવલ ક્રોઝવે પર પાણી ભરાયા હતા.તાપી જિલ્લાના નદીનાળાઓ બે કાંઠે વહેતા થયા હતા.
વ્યારા શહેરમાં ધોધમાર પડેલા વરસાદના કારણે વ્યારાના મુસા રોડ પર આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલય માં પાણી ભરાયું હતું. અને વ્યારા થી ચીખલી જતાં કોઝવે પર થી પાણી ફરી વળતાં વ્યારા થી ચીખલી જતાં વાહનવ્યવહાર બંધ થયો હતો.

.png)

.png)