વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનમાં આગ લાગી

0


વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મનીષા મેક ઓવર બ્યુટી પાર્લરની દુકાનમાં મધ્ય રાત્રિએ 3 વાગ્યાનાં સમયે અચાકન આગ લાગતાં દોડ ધામ મચી ગઈ હતી. નગરની મધ્યમાં આ બ્યુટી પાર્લરની દુકાન હોવાથી ધુમાડાનાં ગોટે-ગોટા નિકળતા આગની વાત વાયુવેગે પ્રસરતાં મોટી સંખ્યામાં લોકટોળુ એકત્ર થઈ ગયું હતું.

ઘટના અંગે વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ઓફિસર નારણભાઈ બંધિયા તેમના ફાયર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી આગને બૂઝાવવાની કામગીરી કરતાં આશરે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવાતા દુકાન માલિક તેમજ આજુબાજુના દુકાનદારોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ શોર્ટ સર્કિટથી લાગી હતી કે પછી અન્ય કોઇ કારણ તે બાબત હજુ જાણી શકાયુ નથી. જોકે, આગની આ ઘટનાને પગલે દુકાનની બ્યુટી પાર્લરની તમામ સામગ્રી બળીને ભસ્મીભુત થઈ ગઈ હતી. વ્યારા પોલિસે આગની ઘટનાની ગંભીરતા લઈ વધુમાં તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top