વ્યારા નગરપાલિકાના કાનપુરા વિસ્તારમાં આવેલી ઉર્મિલતા રેસીડેન્સી પાસેની ગલીમાં અને પાછળ ના ભાગે છેલ્લા કેટલા સમયથી નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ ન હોવાને પગલે આ માર્ગનો ઉપયોગ કરતા સ્થાનિકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં રોશની વિભાગ દ્વારા રિપેર કરવાનો સમય મળતો ન હોવાને કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વ્યારા નગરપાલિકાના કાનપુરા વિસ્તારમાં ભારત સ્વીટની સામેની ગલીમાં ઉર્મિલતા રેસીડેન્સીમાં સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ ગલીઓમાં અંધારપટ છવાઈ જવાના કારણે આ વિસ્તારના રહેશોમાં અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી છે.
વ્યારા નગરપાલિકામાં અવારનવાર રોશની વિભાગમાં રજૂઆતો કરવા છતાં સ્ટ્રીટલાઈટ રીપેર ન કરતા છેલ્લા કેટલાય દિવસથી ચારથી પાંચ સ્ટ્રીટ લાઈટો બંધ રેહવાનાં કારણે સ્થાનિકો અંધકાર યુગમાં જીવી રહ્યા છે. હાલ રાત્રિના સમયે હોય અને અંધકારના વાતાવરણમાં વિવિધ જીવજંતુઓ બહાર ફરી રહ્યા હોય તેવા સમયે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ માટે મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા ગંભીરતા દાખવી તાકીદે આ ગલીની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરે એ જરૂરી બન્યું છે.


.png)