સોમવારના રાતે સોનગઢ ખાતે આવેલ ઉકાઈ ડેમના 10 જેટલા દરવાજા 5 ફૂટ ખોલી દેવાયા હતા.અંદાજિત 1 લાખ ક્યુસેક પાણી છોડી રહ્યા છે. જેને લઇ તાપી જીલ્લાનાં વ્યારા પંથકમાં નદી કિનારા ગામોમાં પાણીનું સ્તર વધી જતા તાપી જિલ્લાના કિનારાના ગામોમાં તાપી કલેકટરએ સમીક્ષા કરી અને સ્થાનિક તંત્રએ એલર્ટ રહી કામગીરીઓ અંગે સૂચના આપી હતી.
સોમવારના રાત્રેથી જ ઉકાઇ ડેમમાંથી 10 દરવાજા 5 ફૂટ ખોલી અંદાજિત 1 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે નદી કિનારે વસતા ગામોમાં પાણીના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે કલેકટર એચ કે વઢવાણિયા, ડીડીઓ કાપડિયા અને ટીડીઓ સાથે ટીમ બનાવીને વિવિધ સ્થળો સમીક્ષા કરવા ગયા હતા.
વ્યારા તાલુકાના નીચાણવાળા તાપી કિનારાના ગામો જેમાં કણજા, કાળાવ્યારા અને બેડકુવાદૂર ગામોની મુલાકાત લીધી, ગામના સરપંચ અને પદાધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. કલેકટર દ્વારા આગામી દિવસ ધ્યાન રાખવા માટે સૂચના આપી હતી સાથે જ પાણીવાળા વિસ્તારોમાં ન જવાની સાથે કોઈ પણ ગ્રામજનો માછલી પકડવા કે અન્ય કામે નદીપટમાં નહી જાય તે માટે સમજૂતી આપી હતી.


.png)