તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના તંત્ર એલર્ટ જાહેર કર્યું છે. સૌથી વધુ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. બેસનિયા ગામમાં પણ આશરે ૧૦ ઘરોમાં પાણી ભરાય જતાં તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કોઝવે પરથી પાણી ફરી વળતાં બામણાંમાળદૂર ગામના આશરે ૨૦ જેટલા ઘરો સંપર્ક વિહોણા બન્યા છે. ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા માટે પણ કોઈ વેકલ્પિક વ્યવસ્થા નથી. પશુપાલકોએ જીવના જોખમે દૂધડેરી સુધી જવું પડી રહ્યું છે. તેમજ ડોલવણના દાદરી ફળિયામાં, ડોલવણના ચાર રસ્તાની પાસેના કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ, ડોલવણમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા.
જુલાઈ 10, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)