માંડવીના ઉશ્કેરગામથી વાઘના ચામડા સાથે ૩ ઇસમો ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરાઈ

0
વનવિભાગ દ્વારા માંડવી તાલુકાના ઉશ્કેરગામથી શંકાસ્પદ વાઘના ચામડા સાથે ૩ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા વનવિભાગના અધિકારી અને કર્મચારીઓની ટીમને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના મંડવીતાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠાભાઇ જહાભાઈ સાંતીયાંના ઘરે વન્ય પ્રાણી વાઘ અનુસૂચિ-૧ નું ચામડું છે.


જે બાતમીના આધારે વન વિભાગે રેડ કરી જેઠાભાઇ જહાભાઈ સાટીયા (ઉ.વ.૨૫, રહે. ઉશ્કેર,માંડવી), ધીરુભાઈ સમભાઈ ગામિત (ઉ.વ.૫૪,રહે.બોરસદ,માંડવી) અને રાજુભાઇ ગંજીભાઈ ગામિત (ઉ.વ.૩૮,રહે,ચીખલદા) નાઓને વાઘના ચામડા સાથે ઝડપી પાડયા હતા. જોકે વનવિભાગ માંડવી દક્ષિણ રેન્જમાં વન્ય પ્રાણી સરક્ષક અધિનિયમન ૧૯૭૨ મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top