દેશમાં ફરી ગુજરાતનો ડંકો! અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરનાર આ છે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી

0
આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિધાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના યુનાઇટેડ નેશન્સના 15મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં નવેમ્બર 2021માં ન્યૂયોર્ક ખાતે કરી હતી.




મારવાડી યુનિવર્સિટી આ મિશનના ભાગરૂપે ક્યુબ સેટેલાઇટ વિધાર્થી દ્વારા ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશ માં લોન્ચ અને મોનીટર કરશે. આ ક્યુબ સેટેલાઇટ ઇસરોની સહાયથી PSLV/SSLV રોકેટ દ્વારા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (320 - 500 કિ.મી) માં તરતો મુકવામાં આવશે. આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કૉમ્યૂનિકેશન અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IT), ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે.




ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) એ 75 સેટેલાઇટ્સનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 75 સેટેલાઇટ્સ મિશનની જાહેરાત કરી છે. જેની અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે, જે વિધાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ ITCAની ટેક્નોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયો નું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝ્ડ લેબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે. આ બંને દ્વારા દરેક વિધાર્થી સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે.

પ્રો. (ડૉ) સંદીપ સંચેતી, પ્રોવોસ્ટ, (વાઇસ-ચાન્સેલર), મારવાડી યુનિવર્સિટી પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવે છે. “આજ સુધી, સ્પેસને લગતી ટેક્નોલોજી અને પ્રવૃતિઓ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી તથા મોટાભાગે સરકાર દ્વારાજ તેના માટે નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. આજે કોઇ પણ નાગરિક, જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના વિધાર્થી, કેક્લટીને પણ સ્પેસ ટેક્નોલોજીમાં સંશોધન અને પ્રદાન કરવાની તક મળી છે. ભવિષ્યમાં આવા સ્પેસ મિશન પર્યાવરણની મુશ્કેલીઓ નિવારવા જેવા અગત્યના કામો તથા વિકાસને આગળ વધારવામાં વરદાનરૂપ સાબિત થશે. મારવાડી યુનિવર્સિટીના વિધાર્થીઓને આવી સ્પેસ ટેકનોલોજીમાં શીખવાની તક ઉપલબ્ધ કરાવવાથી યુનિવર્સિટીમાં ખુબ ઊંડા ટેકનોલોજી ક્લયર અને મલ્ટી ડિસિપ્લિનરી જ્ઞાનના આદાન પ્રદાન કરતુ એક નવુ જ અંતરિક્ષ ઉભું થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top