બરવાળાના લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે. લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક વધીને 24 પર પહોંચ્યો છે. લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયા થયા છે. હાલ બોટાદ, અમદાવાદ, ભાવનગરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
લઠ્ઠાકાંડનો ઓડિયો વાયરલ
લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI યાસમીનબાનું ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે યાસમીનબાનું ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.
બરવાળાની ચોકડીએ દારૂ બનાવાયો હતો
ગુજરાત પોલીસ અને ATSના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય સુત્રધાર બુટલેગર પિન્ટુની ધરપકડ કરાઈ છે. આ દારૂ બનાવવા મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો હહતો. અમદાવાદથી મિથેનોલ લાવી બરવાળાના ચોકડી ગામે દારૂ બનાવ્યો. તો બીજી તરફ, લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. મિથનોલ સપ્લાય કરનાર જયેશ પીપળજથી પકડાયો છે.


.png)