બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકોના મોત થયા છે. ધંધૂકાના આકરુ ગામ અને અણીયાળી ગામના 3-3 લોકોના મોત થયા છે. રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં હાલ કુલ 32 લોકો સારવાર હેઠળ છે. તમામે તમામ દર્દીઓને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 4 લોકોની હાલત હજુ અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


.png)