પશુને AMUL બનાવશે અમર! બિમાર થવાની વાત તો ઠીક રોગ અડી પણ નહી શકે, અદ્ભુત ટેક્નોલોજી

0
જિલ્લામાં અમુલ દ્વારા આધુનિક ટેક્નોલોજી દ્વારા નેક બેલ્ટ પશુઓને લગાવ્યા હતા. આ બેલ્ટના ફાયદા જાણીને ચોંકી ઉઠશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોનાં પશુઓની સંભાળ લેવા માટે ઈજરાઈલની ટેકનોલોજીનાં નેક બેલ્ટ મંગાવવામાં આવ્યાં છે. જેથી હવે જો પશુ બીમાર પડશે તો ચાર દિવસ પહેલાથી તેની જાણ થઈ શકશે, અને બીમાર પડ્યા બાદ તેની સચોટ સારવાર કરી શકાશે,જેથી પશુઓને વધુ ગંભીર બીમારીમાં સપડાતા બચાવી શકાશે.


આણંદ : જિલ્લામાં અમુલ દ્વારા આધુનિક ટેક્નોલોજી દ્વારા નેક બેલ્ટ પશુઓને લગાવ્યા હતા. આ બેલ્ટના ફાયદા જાણીને ચોંકી ઉઠશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોનાં પશુઓની સંભાળ લેવા માટે ઈજરાઈલની ટેકનોલોજીનાં નેક બેલ્ટ મંગાવવામાં આવ્યાં છે. જેથી હવે જો પશુ બીમાર પડશે તો ચાર દિવસ પહેલાથી તેની જાણ થઈ શકશે, અને બીમાર પડ્યા બાદ તેની સચોટ સારવાર કરી શકાશે,જેથી પશુઓને વધુ ગંભીર બીમારીમાં સપડાતા બચાવી શકાશે.

આણંદની અમૂલ ડેરી હર હંમેશ માટે પોતાના પશુપાલકો તથા તેમના પશુઓની ચિંતા કરતી હોય છે. જેને લઇને અમૂલ ડેરી દ્વારા પશુપાલકોની ગાયો માટે એક નવી ટેક્નોલોજી વાળા બેલ્ટ ઈજરાયેલથી મંગાવવામાં આવ્યા છે. આ બેલ્ટ પશુપાલકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. અમુલ ડેરી દ્વારા ગાયો માટે વિદેશથી બંગાવેલ આ બેલ્ટ ગાયના ગળામાં બાંધવામાં આવે છે. આ બેલ્ટમાં એવી ટેકનોલોજી છે કે, જો પશુપાલકની ગાય બીમાર પડવાની હશે તો બે દિવસ અગાઉ તેની જાણ અમૂલ, તથા ગાયના માલીકને થઈ જશે. ગાય વેતરમાં આવવાની હશે તેની જાણ પણ ઘરે બેઠા પશુપાલકને થઈ જશે.

નેક બેલ્ટમાં લાગેલા સેન્સરથી પશુનાં શરીરમાં થતા ફેરફારોની નોંધ કંટ્રોલરૂમમાં થાય છે. કોમ્પ્યુટર દ્વારા તે અંગેનો મેસેજ પશુનાં માલિકનાં મોબાઈલફોનમાં મળે છે. અમૂલ દ્વારા વિદેશથી મંગાવેલા આ બેલ્ટ પશુપાલકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આ ટેકનોલોજીની મદદથી અમુલ ડેરીમાં બેઠા બેઠા અમુલનાં અધિકારીઓ જાણી શકે છે કે કેટલા પશુઓ બિમાર પડયા છે. કેટલા પશુઓ બિમાર પડવાની સંભાવનાં ધરાવે છે, તેમજ કેટલા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.

શીલી ગામે પશુપાલનનો વ્યવસાય કરતા કમલેશભાઈ પંડયા અને શરદરાય મહારાજએ પોતાનાં સૌથી વધુ પશુઓમાં નેક બેલ્ટ લગાવ્યા છે, થોડા દિવસો પૂર્વે તેમની એક ગાય બિમાર પડતા તેમનાં મોબાઈલફોન પર મેસેજ આવતા તેઓએ તર્તજ અમૂલનાં વેટરનરી ડોકટરને બોલાવતા ગાયનાં બ્લડ સેમ્પલ લઈ તપાસ કરાવતા ગાયને થાઈલેરીયા નામની ગંભીર બિમારીનાં પ્રારંભિક લક્ષણો જણાતા તેની ત્વરીત સારવાર થતા ગાય માત્ર ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ ગઈ હતી. જો આ રોગની મોડી જાણ થાય તો આ રોગને કંટ્રોલ કરવો મુશ્કેલ હોય છે અને પશુ મૃત્યુ પામી શકે છે. જો કે આ નેક બેલ્ટથી ગાય બિમાર થવાની સમયસર જાણ થતા ગાયની ત્વરીત સારવાર થતા ગાયનો જીવ બચાવી સકાઈ હતી.

જો કે પશુપાલકોને આ બેલ્ટ માટે પ્રતિ દિવસ 5 રૂપિયા લેખે 150 રૂપિયા પ્રતિમાસ ચુકવવાનાં રહેશે. આ બેલ્ટની તમામ જવાબદારી AMUL ની રહેશે. જો બેલ્ટને કોઇ નુકસાન થાય કે તુટી જાય તો તેવી સ્થિતિમાં અમૂલ તે બદલી પણ આપશે. આ ઉપરાંત મોનિટરિંગ સહિતની તમામ જવાબદારી પણ નિભાવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top