એક યુવાન શિહાબ ચોત્તુરે (Shihab Chottur) કેરાલાથી મક્કાની તીર્થયાત્રા પગપાળા (Haj pilgrimage on foot) શરૂ કરી દીધી છે. આ યુવાન પગપાળા 8,600 કિમીથી વધુનું અંતર કાપશે. ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા પગપાળા થઈને તે 2023માં હજ માટે મક્કા પહોંચશે. મક્કા મદિનામાં હજ જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે. કેરાલાના એક યુવાન શિહાબે વર્ષો પહેલાની પરંપરા ફરીથી શરૂ કરી છે. આ યુવાનના મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે. હાલ યુવાન 2 જુને કેરાલામાથી નીકળ્યો હતો. વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કર્યુ હતુ.
ભરુચ, વડોદરા બાદ પંચમહાલમાં પહોંચ્યા. ગુજરાતમાં જ્યાં જ્યાં તે રોકાયો છે ત્યાં ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં આવતા શિહાબ ચોતુર આવી પહોચતા મુસ્લિમો દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી. શિહાબને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.



.png)