સાપુતારા ખાતે 30 જુલાઈથી 30 ઓગસ્ત સુધી મોન્સૂન ફેસ્ટિવલનું કરાયું આયોજન, ફેસ્ટિવલનું નામ અપાયું મેઘ મલ્હાર

0

ગુજરાત રાજ્યનું મિનિ કાશ્મીર ગણાતા રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસામાં પકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે કુદરતી સૌદર્ય સાથે અસંખ્ય જળધોધ અને ગિરિમથક સાપુતારાનું ગાઢ ધુમ્મસિયાં વતાવરણનું લુક ઉઠાવવા પકૃતિ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે ચાલુ વર્ષે મેઘરાજાએ ભારે તાંડવ કર્યા બાદ ગિરિમથકમાં પ્રવાસીઓની સંખ્યામાં બ્રેક લાગતા પ્રવાસન ઉધોગ સહિત સ્થાનિક ધંધાર્થીઓ પર માઠી અસર પહોંચી હતી જેના અનુસંધાને પ્રવાસન વિભાગે પ્રવાસીઓને આકર્ષવા સતત 1 મહિનો ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે ડાંગી વાનગીઓનો સ્વાદ માણવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે 2022 જુલાઇમાં યોજાનાર ફેસ્ટિવલને મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું છે મોન્સૂન ફેસ્ટિવલના આયોજનથી હોટેલેરો સહિત નાના ધંધાર્થીઑને રોજગારી માટે આશાનું કિરણ બંધાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top