Heavy rain :આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.
ગુજરાત પર હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ફરી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકાના પગલે 6 જિલ્લામાં રેડએલર્ટ અપાયું છે. ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત,. ભરૂચ, નર્મદ અને ઉદપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ખેડા મોરબી આણંદ અને વડોદરા પંમહાલ ઓરેંજ એલર્ટ અપાયું છે. ઓરેન્ડ અને રેડ એલર્ટ વાળા વિસ્તારમાં પ્રશાસન દ્વારા NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે અન્ય રાજ્યોમાંથી પણ NDRFની ટીમ બોલાવવાની તૈયારી શરૂ કરી છે. તો નવસારી માટે એનડીઆરએફની ટીમ રવાના કરાઇ છે.
ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. મધુબન ડેમમાં એક લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. અંબિકા, કાવેરી પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. નવસારીના કેલિયા ડેમમાં પણ પાણીની ભારે આવક થઇ છે. છેલ્લા 2 દિવસમાં ઉકાઇ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. ઉકાઇમાં 55 હજાર 346 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં પણ વધારો થયો છે. જળ સપાટી 115.58 મીટર પહોંચી છે.
.png)


.png)