રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, 7 જળાશયો એલર્ટ અને 7 જળાશયોમાં સામાન્ય ચેતવણી

0
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલી યોજનાઓમાં તા. ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.

પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦ થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની માહિતી પ્રમાણે 11 જુલાઈએ દક્ષિણ ગુજરાતના છોડાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, તાપી, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાદ, દાદરા નગર હવેલી, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, આ સિવાય ખેડા, ભરૂચ, અમદાવાદ, નર્મદા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top