Surat: યુવતી જાહેરમાં રડતા રડતા બોલી, વિધર્મી યુવકે હોટલમાં બોલાવી મારી સાથે.....

0

 

Crime News: સુરત શહેરમાં ચોંકાવનારી ધટના સામે આવી છે. જ્યાં શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ G9 શોપિંગ સેન્ટર પાસે એક કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા.




Crime News: સુરત શહેરમાં ચોંકાવનારી ધટના સામે આવી છે. જ્યાં શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ G9 શોપિંગ સેન્ટર પાસે એક કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ જ્યારે તે કિશોરીને પુછ્યું તો તેણે જણાવ્યું હતું કે, મને એક વિધર્મી છોકરાએ Oyo હોટેલ ખાતે લાવી માર માર્યો હતો. જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને પોલીસ સ્ટેશને લઈ જતા ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક વિધર્મી યુવક સાથે Oyoમાં આવી હતી. તે વિધર્મી યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો.

જ્યારે તે કિશોરીએ તાબે થવાનો ઈનકાર કર્યો તો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી કર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા રડતા નીચે આવી હતી. કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડીંડોલી પોલીસ સ્ટેશને જઈ કર્યો, તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક યુવકને ઝડપી પાડયો હતો.

એ.સી.પી જે.ટી. સોનારાએ જણાવ્યું કે, કિશોરીએ તેના પિતાને જાણ કર્યા બાદ તમામ હકીકતો પોલીસે જાણીને ફરિયાદ દાખલ કરી હતી. જાણવા મળ્યું હતું કે, તોફીક પટેલ નામનો જે યુવક છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે તેના ઘરે લઇ ગયો હતો. તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ કિશોરીએ કરી છે. કિશોરીને હોટલ ઉપર બોલાવી હતી ત્યાં ધક્કામુક્કી થતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top