રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ નોટો કોલેજમાં અભ્યાસ કરતા બે યુવકો પાસેથી મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ: શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ નોટો કોલેજમાં અભ્યાસ કરતા બે યુવકો પાસેથી મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીકાળમાં અભ્યાસના બદલે યુવાનો આવી ગેરકાયદે પ્રવૃતિમાં જોડાતા માતા પિતા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે બે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. આ વિદ્યાર્થીઓમાંથી એક ગાર્ડી કોલેજ અને બીજો આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હોવાની વાત સામે આવી છે. ગાર્ડી કોલેજના કિશાન પાંચાણી અને આત્મીય કોલેજના અવેશ ભોરની પોલીસે અટકાયત કરી છે. આ બન્ને પાસેથી 1 લાખની 500 વાળી નોટ યુનિ. પોલીસે કબ્જે કરી છે. કોલેજમાં મોજ શોખ કરવા ડુપ્લિકેટ નોટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.



.png)