રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં પણ ગુજરાતીનો ડંકો વાગ્યો છે. RBIએ મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદ સ્થિત જાણીતા ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે વરણી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Zydus Lifesciences Limitedના ચેરમેન પંકજ આર. પટેલને RBI ના સેન્ટ્રલ બોર્ડમાં અંશકાલિક બિન-સત્તાવાર નિયામક તરીકે નિયુક્ત કર્યા છે, કંપનીએ મંગળવારે એક અહેવાલમાં માહિતી આપી હતી.
પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ
સોસાયટી, IIM, ઉદયપુરના અધ્યક્ષ અને
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરિંગ ગ્રુપ (MSG) અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય
દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.



.png)