ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. નરેશ પટેલની પત્રકાર પરીષદમાં ત્રણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. નરેશ પટેલે પત્રકાર પરીષદમાં રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી હતી. યુવાનો અને બહેનો ઇચ્છે છે કે, હું રાજકારણમાં આવું. આજથી ખોડલધામ પોલીટિકલ એકેડમીની તેમણે જાહેરાત કરી હતી. વડીલોની ચિંતા યોગ્ય લાગી.
નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો. રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો. હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ..
નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસમાં આવ્યા હોત ફાયદો થાત.
ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી.



.png)