ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસમાં વધુ એક ગાબડુ પડ્યું છે. જીલ્લા કોગ્રેસના મહામંત્રી દિપક દોરીયાએ કોગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામુ આપ્યુ છે.
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમા તાજેતરમાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસે કોગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ આજ રોજ ફરી જીલ્લા કોગ્રેસના મહામંત્રી અને સામાજીક કાર્યકર દિપક દોરીયાએ પણ કોગ્રેસ પક્ષને અલવીદા કહેલ છે અને કોગ્રેસના તમામ હોદાઓ તથા સભ્ય પદ પરથી રાજીનામુ આપેલ છે, તો તેમની સાથે 35 વર્ષ કોગ્રેસમા કાર્યકર તરીકે રહી સેવા આપનાર બિપીન તન્નાએ પણ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે. દિપક દોરીયા આપમાં જોડાવાની પૂરી શકયતાઓ જોવાઈ રહી છે.



.png)