નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈને આવ્યા મોટા સમાચાર

Study Material
0
ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.  પાટીદાર આગેવાને ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક બોલાવી છે. સવારે ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાઇૉ. ગુરૂવારે ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓની બેઠક થશે. કાગવડ ખોડલધામ મંદિર ખાતે પત્રકાર પરિષદ કરી નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે તેવી શક્યતા છે.


આ અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશ પટેલ વડિલોના મતને ધ્યાનમાં રાખીને રાજનીતિમાં નહીં જોડાઈ. નોંધનિય છે કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે એક સર્વે કરાવ્યો હતો. ત્યારે પણ ઘણા વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવાનું સુચન કર્યું હોવાની વાત સામે આવી હતી. જો સત્તાવાર જાહેરાત તો ગુરુવારે જ થશે તેવી માહિતી સામે આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top