IND vs SA: ભારતે હારની હેટ્રિક ટાળી, દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવી ત્રીજી મેચ જીતી, વાંચો હાઈલાટ્સ

Study Material
0
IND vs SA, Match Highlights: વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચોની આ સીરીઝ હાલ 2-1 પર આવી છે. મહત્વનું છે કે આ ટી20 શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમને દરેક કિંમતે જીતની જરૂર હતી. ત્યારે આજે ભારતના બેટ્મેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે દક્ષિણ આફ્રિકાને હાર આપી છે.



દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન આજની મેચમાં ભારતીય બોલરો સામે ઘૂંટણીએ પડી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ક્લાસેનના 29 રનની ઈનિંગને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાનો કઈ પણ બેટ્સમેન 25 રનથી વધુ રન નહોતો બનાવી શક્યો. સમયાંતરે પડતી રહેલી વિકેટ્સના કારણે દક્ષિણ આફ્રિકા 19.1 ઓવરે ઓલ આઉટ થઈ ગયું હતું.

હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપીઃ
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં હર્ષલ પટેલે ઘાતક બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. આ દરમિયાન ભારતના બોલરો સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કંઈ ખાસ રન નહોતા બનાવી શક્યા. 

ગાયકવાડ અને કિશનની શાનદાર બેટિંગઃ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 10 ઓવરમાં 97 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 35 બોલમાં 57 રન અને ઈશાન કિશને 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. ગાયકવાડે 7 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કિશને 5 ચોગ્ગા અને 2 સિક્સર મારી હતી. અંતમાં હાર્દિક પંડ્યા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top