Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે.
બળવાખોર ધારાસભ્યોના વિશ્વાસઘાતને ભૂલીશું નહીં
મીટિંગ વિશે વાત કરતા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે તમે પહેલાથી જ જાણો છો કે મીટિંગમાં શું થયું. પરંતુ મહત્વની વાત એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કરેલા વિશ્વાસઘાતને ભૂલીશું નહીં.
બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ
મહારાષ્ટ્રમાં બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. હકીકતમાં, બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ જારી કરવામાં આવી છે. જે મુજબ તેમને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના શિંદે જૂથ સામે વધુ આક્રમક દેખાઈ રહી છે. દરમિયાન શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે શિવસેના કે બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કોઈને કરવા દેવો જોઈએ નહીં. શિંદે જૂથ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના નામ પર વિચાર કરી રહ્યું હતું.
બળવાખોર ધારાસભ્યો સામે શિવસેના બની વધુ આક્રમક
શિવસેનાની કાર્ય કારીણીની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો છે. શિવસેનાના સંપૂર્ણ અધિકાર અને સત્તા ઉદ્ધવ ઠાકરેને આપતો પ્રસ્તાવ પસાર કરાયો. સંજય રાઉત દ્વારા પ્રસ્તાવ મુકાયો અને તમામ લોકોએ તેને સમર્થન આપ્યું.
ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે હાથ મિલાવવાનો સવાલ જ નથી. ગુવાહાટીમાં એકનાથ શિંદેની ધારાસભ્યો સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
144 લાગુ છતાં આદિત્ય ઠાકરેની થશે સભા
મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતાં આદિત્ય ઠાકરેની સભાને મંજૂરી આપવામાં આવી છે.
મુંબઈમાં કલમ 144 લાગુ
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઈ થયેલી બબાલના પગલે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 10 જુલાઈ સુધી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ છે.



.png)