મહારાષ્ટ્રનો સત્તા સંગ્રામ LIVE:બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા, શિંદેની નજીકના ધારાસભ્ય સાવંતના ઘરે તોડફોડ કરી, મુંબઈમાં કલમ 144 લાગુ

0

 

મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે શરદ પવારની સાથે બે કલાક મીટિંગ કરી. જે બાદ તેમને શિવસેનાના નગરસેવકોને સંબોધન કર્યું. ઠાકરેએ કહ્યું કે થોડો દિવસ પહેલાં જ્યારે મને બળવાની શંકા થઈ તો મેં એકનાથ શિંદેને ફોન કર્યો અને કહ્યું કે શિવસેનાને આગળ લઈ જવાનું તમારું કર્તવ્ય પુરું કરો, આવું કરવું યોગ્ય નથી.




તેમને મને કહ્યું કે NCP-કોંગ્રેસ આપણને ખતમ કરવાના પ્રયાસમાં છે અને ધારાસભ્યો ઈચ્છે છે કે આપણે ભાજપની સાથે જઈએ. મેં તેમને કહ્યું હતું કે જે ધારાસભ્ય આવું કરવા ઈચ્છે છે તેમને મારી પાસે લાવો. ભાજપ, જેને આપણી પાર્ટી, મારા પરિવારને બદનામ કર્યું, તે જ છે જેની સાથે જવાની તમે વાત કરી રહ્યાં છો. આ વાત શક્ય જ નથી. ધારાસભ્યો જો ત્યાં જવા ઈચ્છે છે તો તેઓ જઈ શકે છે. હું નહીં રોકું. જો કોઈ જવા માગે છે, તે પછી ધારાસભ્ય હોય કે અન્ય કોઈ. પહેલાં આવો અને અમને જણાવો અને પછી જાવ.

મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મુંબઈનાં શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બેઠક મળી છે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને ઘણા મોટા નેતાઓએ હાજરી આપી છે.

શિંદે જૂથનું નવું નામ- 'શિવસેના બાલાસાહેબ'
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે ખુલાસો કર્યો છે કે એકનાથ શિંદેના જૂથ તરફથી શિવસેનાના ધારાસભ્યોના સમર્થનથી 'શિવસેના બાલાસાહેબ'નું નવું જૂથ બનાવવામાં આવ્યું છે. ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોએ શિવસેના બાલાસાહેબ ઠાકરે નામના નવા જૂથની રચના કરવાની જાહેરાત કરી છે. આ જૂથમાં શિવસેનાના 38 ધારાસભ્યો સામેલ છે. તમામના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ પહેલા શિંદેએ 23 જૂને શિવસેનાના 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં સરકાર પાડવા માટે શિંદેને માત્ર શિવસેનાના 37 ધારાસભ્યોની જરૂર છે. નોંધનીય છે કે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે શિવસેનાના 40 થી વધુ ધારાસભ્યો અને અન્ય કેયલાક અપક્ષના ધારાસભ્યનું સમર્થન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top