કોરોના સુરત LIVE:બમણી ગતિએ ફેલાતું સંક્રમણ, 10 દિવસમાં પોઝિટિવિટી રેટ ડબલ, એક્ટિવ કેસ વધીને 376

0

 

શહેર જિલ્લામાં 205590 કેસ સામે આવી ચૂક્યા છે.




તબીબ,નર્સ, વિદ્યાર્થી સહિતનાને કોરાના
શહેરમાં નવા નોંધાયેલા 59 દર્દીઓમાં તબીબ, નર્સ, એસએમસી સ્ટાફ નર્સ, મેડિકલ વિદ્યાર્થીઓ સહિત ત્રણ વિદ્યાર્થી, મનપા સફાઇ કામદાર, બેલદાર સાહિતના કોરોના સંક્રમિત બન્યા છે.નવા દર્દીઓમાં ભટારના 23 વર્ષીય તબીબ, સાગરમપુર કૈલાશ નગરની નર્સ, અમરોલીમાં રહેતી મનપા સ્ટાફ નર્સ, વરાછાના મનપા સફાઇ કામદાર, બેલદાર, પૂણાનો રસોઈયો અને વિદ્યાર્થી,નવા ગામનો મેડિકલ વિદ્યાર્થી, ગોડાદરાનો પેન્ટર, ઉધનાના એમ્બ્રોઈડરી કામદાર અને હાઉસ વાઈફ સહિતનાનો સમાવેશ થાય છે.

શહેરમાંથી 32 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 74 કેસ સામે આવ્યા છે. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 59 નવા કેસ શહેરમાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 50થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજ રોજ શહેરમાંથી 22 અને જિલ્લામાંથી 10 દર્દી કોરોનામુક્ત બન્યા છે.

202974 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205590 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202974 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top