International Yoga day:અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોગદિનની ઉજવણી
આજે 6 વાગે રિવરફ્રન્ટ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ. આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતા અને યોગનું મહત્વ સમજાવતા સર્વ ભવન્તુ સુખેનાના સંદેશો આપ્યો હતો. રાજ્યના 33 જિલ્લા મથકોમાં યોગના કાર્યક્રમ યોજાયો.ઉપરાંત 18 જેટલા ઐતિહાસિક સ્થળો અને 22 જેટલા પ્રવાસન સ્થળો 17 જેટલા નેચરલ પોઇન્ટ પણ યોગદિનની ઉજવણી કરાઇ ઉપરાંત રાજ્યમાં પોલીસ સ્ટેશન હેડક્વાર્ટસ અને શાળા કોલેજમાં પણ સામૂહિક યોગસાધાના કરાઇ હતી
ખોડલ ધામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કાગવડ ખોડલધામ ખાથે મહિલાઓ દ્વારા વિવિધ યોગ કરીને યોગ દિનની ઉજવણી કરાઇ હતી.
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ દ્વારા આ આ અવસરે સૌને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. “ખોડલધામ દર વર્ષે ચોક્કસ વિષય પર યોગ નું જ્ઞાન પ્રસ્તુત કરે છે,આ વર્ષે કરોડરજજુની તકલીફમાં યોગ કેવી રીતે કામ કરે છે તેનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.



.png)