Gujarat Politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓ AAPમાં જોડાયા

0

Gujarat Politics: વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.




આમ આદમી પાર્ટી: વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભારતીય દલિત પેન્થરના ચિરાગ રાજવંશ, મહેશ્વરી સમાજના પ્રમુખ અને પૂર્વ અધિકારી બી.ટી મહેશ્વરી, ખેડાના પૂર્વ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઠાકોર સેનાના સંગઠન મંત્રી પ્રતાપસિંહ પરમાર, જનસેવા ટ્રાયબલ પાર્ટીના નેતા પ્રતાપસિંહ સીસોદીયા અને પૂર્વ સરકારી ડો. દશરથ પટેલ પણ AAPમાં જોડાયા છે. 

અલગ અલગ ગામોના 4 સરપંચો પણ આપમાં જોડાયા છે. આ અવસરે આપ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. ભાજપના નેતાઓથી ગુજરાતની જનતા ત્રસ્ત છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે. આ ઉપરાંત જુનિયર તબીબોની હડતાલને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે.

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top