મહિસાગર: હાલમાં સમગ્ર દેશમાં બીજેપીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે ગુજરાત ભાજપના નેતાઓએ પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
મહિસાગર: હાલમાં સમગ્ર દેશમાં બીજેપી દ્વારા ડૉ.
શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આાવી હતી. આ અવસરે
ગુજરાત ભાજપના નેતાઓએ પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. જો કે, આ
દરમિયાન મહિસાગર જિલ્લામાંથી જે તસવીરો સામે આવી તેનાથી મોટો વિવાદ થયો છે. ભાજપના
નેતાઓ ગત રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્ય તિથિ પર પંડિત દિન દયાલ ઉપાધ્યાયના
ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા વાયરલ થયા છે.
આ તસવીરોમાં વીરપુર જિલ્લા પંચાયત સભ્ય પીનાકીન
શુક્લ અને મહિલા મોરચાના પ્રમુખ નિષાબેન સોની સહિત ભાજપ કાર્યકર્તાઓ જોવા મળ્યા
હતા. ખોટા ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા
ચકચાર મચી હતી. તો બીજી તરફ વિવાદ વધતા આ અગે ભાજપ નેતા પિનાકીન શુક્લએ ફોટા
જુના હોવા અગે વિડિયો સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું કે, ગઈ કાલે હું અન્ય કાર્યક્રમોમાં હતો. જો
કે હાલમાં આ તસવીરોએ અનેક સવાલો ઉભા કર્યા છે.

