સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું
આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી
19 ધારાસભ્યો જોડાયા છે.
સોમનાથઃ ગુજરાતમાં
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ
નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં
નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો
જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે
સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન થવાનું છે. કોંગ્રેસે 125 બેઠક
જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે.
વિશાળ બાઇક અને કારોનો કાફલો રેલીમાં જોડાયો છે. રેલી
વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પર ફરી સોમનાથ મંદિર પહોંચશે. મુખ્ય માર્ગો ઉપર થઈ
સોમનાથ મંદિર પહોંચી મહાદેવને ઘ્વજા રોહણ કરશે. બપોરે 3 વાગ્યે 2022ની
વિધાનસભા ચૂંટણીનું મંથન બેઠક યોજાશે.
બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ભાજપ માં
જવાની અટકળોનો અંત કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
હું પાર્ટીની નેતાગીરી સાથે છું. પાર્ટી સાથે કોઈ અસંતોષ નથી. કોઈને
કોઈ મિત્રો આવી વાતો ચલાવતા હોય છે. તેમણે ભાજપના નેતાઓ સાથેના ફોટા અંગે પણ
સ્પષ્ટતા કરી હતી અને તેને સામાન્ય ગણાવ્યું હતું.
સોમનાથ ખાતે કોંગ્રેસનું ચૂંટણી મહામંથન થવાનું છે. કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન મારું બુથ - મારું ગૌરવ ૨૪ જૂન ૨૦૨૨ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકો થશે. સોમનાથથી શંખનાદ સાથે કોંગ્રેસ આવનાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે. ગુજરાત પ્રભારી ડો રઘુ શર્મા, AICC ના સેક્રેટરીઓ , ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો અને આગેવાનો સોમનાથ આવી પહોંચ્યા.


