ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રમુન ગામે સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ચકચાર મચી છે.
બનાસકાંઠા: ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને
રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને ખુબ
સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના રમુન ગામે સ્થાનિકોએ શાળાને
તાળબંધી કરી દેતા ચકચાર મચી ગઈ છે. શાળામાં આચાર્યના ખરાબ વર્તનને લઈને થઈ તાળાબઘી
કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આચાર્યએ સ્ટેટ્સમાં ધમકીભર્યા લખાણ મૂકતા
ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવેશોત્સવમાં સારા અને સજ્જન માણસો જ આવે
બાકી ટાંટિયા ભાગી નાખીશ એવું સ્ટેટ્સ લખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગામના લોકોએ
કહ્યું કે, વેરજેર ફેલાવનાર શિક્ષક અમારા ગામમાં ના જોઈએ. જ્યાં સુધી
આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાને તાળા બધી જ રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી
આપી છે. હાલમાં આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

