આવેદન:ગોલણ ગામની હીલ કંપની દ્વારા આડેધડ પાર્કિંગ કરતાં અકસ્માતના બનાવો વધ્યા

0

 વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી



તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે બુહારી વાલોડ સ્ટેટ હાઇવે માર્ગ ઉપર ગોલણ ગામની સીમમાં હિલ લિ. કંપની આવેલી છે. જેમાં પાર્કિંગના અભાવે કંપનીમાં કામદારો જાહેર માર્ગ ઉપર બાઈક મુકી જતાં ટ્રાફિક જામ થઈ રહ્યો હોવાને પગલે લોકોમાં ભભૂકતો રોષ જોવા મળ્યો છે જેને પગલે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોલણ ગામમાં બ્લોક બનાવતી વિશાળકાય હિલ લિ. કંપની છે. આ કંપનીમાં કામદારો દિવસ દરમ્યાન ટુ વ્હીલર ફોર વ્હીલર સાધનોની અવરજવર રહે છે. આ કંપનીમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને લીધે કંપનીના ગેઈટની બહાર આડેધડ પાર્કિંગ કરતાં લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જાહેર માર્ગ ઉપર દિવસ દરમિયાન ટ્રકોને ઉભી કરવામાં આવે છે, જેને પગલે ટ્રાફિકની વિકટ સમસ્યા ઉદભવે છે. હિલ કંપની છેલ્લાં ઘણાં સમયથી કંપનીના કામદારો દ્વારા જાહેર માર્ગને અડીને વાહનો ઉભા કરી દેવામાં આવતા અહીં અકસ્માત ના બનાવો વધી રહ્યા છે. આ બાબતે હથુકા ગામના નવયુવાનો દ્વીજેશ પટેલ વાલોડ તાલુકા બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ, આશિષભાઈ ધનગર, કૃણાલ ધનગર, કેનિલ પટેલે એક આવેદનપત્ર વાલોડ મામલતદાર જયેશ પટેલને આપ્યું છે અને જણાવ્યું કે જાહેર માર્ગ ઉપર ટ્રકોને ઉભી કરી દેતાં આગળથી આવતાં વાહનો નજરે નહીં પડતાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હિલ કંપનીમાં જ પાર્કિંગ કરવામાં આવે એવી માગ કરી છે. ગતરોજ રાત્રીના અગિયાર વાગ્યે દ્વીજેશ પટેલની કાર ઉભેલી ટ્રકની લીધે અકસ્માત થતાં બચી ગયો અને ચમત્કારિક બચાવ થયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top